Posts

"રંક નું રજવાડું"

-Poor But Rich-  -રંક નું રજવાડું- BY : I I SHAIKH DATE : 15th August, 2022 આજરોજ ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નો રાષ્ટ્રીય પર્વ હોય સરકારી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી બપોરના 12:00 વાગ્યા પછી મે અમદાવાદ થી અંકલેશ્વર જવાનું નક્કી કરેલ. 11:30 ની આસપાસ ઉપલબ્ધ ટ્રેનની સ્થિતિ તપાસતા અંકલેશ્વર જવા સારું બપોરના 03:40 પહેલા કોઈ ટ્રેન ઉપલબ્ધ ન હોય સરકારી કાર્યક્રમમાં સુરત તરફથી કાર મા આવેલ મારા પરિચિત આમંત્રિત મહેમાનનો સંપર્ક કરી સુરત પરત જતી વખતે જો તેમની કાર મા જગ્યા હોય તો મને પણ સાથે લઈ જવા તેઓને જણાવેલ. મારા પરિચિત આમન્ત્રિત મહેમાન પણ બપોરના 12:30 ની આસપાસ સુરત પરત જવાના હોય અને તેમની કાર મા જગ્યા પણ હોય મે તેમની સાથે અંકલેશ્વર સુધી જવાનું નક્કી કરેલ. 12:00 વાગ્યાની ની આસપાસ સરકારી કાર્યક્રમ તથા કાર્યક્રમ સબંધિત અન્ય પવુતિઓ પુર્ણ થઇ ચુકેલ હોય, કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા કચેરીના વડા પણ જતા રહેલ હોય, પરંતુ કાર્યક્રમ મા હાજર લોકોનું એકબીજા સાથે અભિવાદન તથા હાજર અન્ય અધિકારીઓ સાથે ફોટોગ્રાફ લેવાની પ્રક્રિયા ચાલુ હોય મે સુરતથી આવેલ આમન્ત્રિત મહેમાનનો સંપર્ક કરી વહેલા નીકળી જવા આગ્રહ કરેલ. પર

"Zilly"

-Zilly- By : I I Shaikh વર્ષ આશરે 1997-2003 એક દીવાલથી જોડાયેલા બે મકાન હતા અને આ બંને મકાનોના કમ્પાઉન્ડને વિભાજિત કરતી અન્ય એક દિવાલ હતી. એક દિવાલ બે મકાનોને જોડનારી હતી તો અન્ય દિવાલ બંને મકાનોને વિભાજિત કરનારી હતી. બંને મકાનને વિભાજિત કરનારી દિવાલ ન હોત તો બંને મકાનના પ્રવેશ દ્વારો વચ્ચેનું અંતર કદાચ બે ફૂટ કરતાં પણ ઓછું હોત પરંતુ આ વિભાજન કરનારી દિવાલ બન્ને મકાનોમાં રહેનારા સ્વજનો માટે સ્વતંત્ર જીવનની ગોપનીયતા તથા મર્યાદાઓ માટે જરૂરી આધારશીલા હતી, વાસ્તવમાં કમ્પાઉન્ડ વિભાજન કરનારી દિવાલ વિવાદનો કોઈ કારણ ન હતી. બંને મકાનોના પ્રવેશ દ્વારો ના મધ્ય ભાગેથી શરૂ થતી અને કમ્પાઉન્ડને વિભાજન કરનારી આ દીવાલ માં એક તિરાડ હતી. સામાન્ય રીતે તિરાડ શબ્દ નો કાનમાં પ્રવેશ થતા તોડનારી અથવા તો વિભાજનકારી ગુણધર્મો ધરાવતી સ્થિતિનો વિચાર આવે છે પરંતુ સદનસીબે આ તિરાડ સંબંધોને જોડનારી અને લાગણીઓના પ્રવાહને ક્ષિતિજના પેલે પાર લઈ જનારી સાબિત થયેલ હતી. આ તિરાડ વહાલ નો દરીયો લાવનારી હતી, આ તિરાડ લાગણીઓના પુલ બાંધનારી હતી, આ તિરાડ નિસ્વાર્થ પ્રેમને પરાકાષ્ઠા લઈ જનારી હતી, આ તિરાડ ઘણું બધું આપનારી પણ હતી અને આપ્

T 52 B

T 52 B (Part-1)  By : I I Shaikh  ભારતીય રેલ્વેના 18 ક્ષેત્રીય ઘટકો પૈકીના એક એવા  પશ્ચિમ રેલ્વે-મુંબઇ ઝોન હેઠળના વિભાગીય કાર્યક્ષેત્ર વડોદરા ડિવિઝન મા  "A" કેટેગરી ધરાવતું અંકલેશ્વર જંકશન રેલવે સ્ટેશન મુંબઈ સેન્ટ્રલ થી ઉત્તર દિશામા 312 km અને સુરત જંકશન થી ઉત્તર દિશામા 49 km ના અંતરે આવેલ છે. અંકલેશ્વર જંકશન થી વધુ ઉત્તર દિશામા 10km ના અંતરે આગળ જતા  નર્મદા નદી પાર કરતા ભરૂચ જંકશન રેલ્વે સ્ટેશન આવે છે. અંકલેશ્વર અને ભરુચને જોડતો  નર્મદા નદી પર 1935 ના વર્ષ બંધાયેલ 1.4km લંબાઈનો ભારતીય રેલ્વે નો "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ" છે. આજ  "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ"  ને સમાંતર પુર્વ દિશામા થોડાજ અંતરે 1881 ના વર્ષમા બંધાયેલ 1.4km લંબાઈનો "ગોલ્ડન બ્રિજ" આવેલ છે. મુળ સ્વરૂપે "ગોલ્ડન બ્રિજ" જ  રેલ્વે વ્યવહારનો પુલ હતો પરંતુ "સિલ્વર જ્યુબ્લિ બ્રિજ" ના બાંધકામ પછી "ગોલ્ડન બ્રિજ" માર્ગ વાહન વ્યવહાર માટે પરિવર્તિત કરવામા આવેલ છે. આમ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નર્મદા નદીના દક્ષિણ કિનારા થી આશરે 8.5km ના અંતરે દક્ષિણ દિશામા આવેલ છે. અંકલેશ્વર  

PERILS OF PRIVILEGES

 --PERILS OF PRIVILEGES-- By - I I Shaikh This blog was originally written in the year of May, 2011 with holy soul and full honesty. As it was written ten years ago without any intention of publishing it, one can find gramertical mistakes in this blog but still with those mistakes I am publishing it word to word as it was  originally written. --- PERILS OF PRIVILEGES ---   Day started as usual early in the morning by 07:00 am, for other it is too late to start a day but for me it was too early morning because at the age of 34 I am still enjoying my childhood as I live with my parents. My dad shouted thrice at me to ask me to get ready for office and thrice I avoided his order because I had full confidence and experience that my dad would come to my bed personally and would alert me to get ready for office before it become too late to catch train for surat as it had already become routine for them,  and my dad did so. I reached to bathroom where already my towel and inner wear were hang